Hii friends. આજે આ વર્ડ સાંભળીને લવર્સ નાં કાન એકદમ થીજ ચમકી ઉઠયા હશે. હેને??? સાથે પેલી કહેવત પણ યાદ આવી ગઈ હશે,
" મારું મારા બાપનું તારું મારું સહિયારું. "
 |
istockphoto.com |
હાં. હસવાની વાત તો છે પણ આજકાલ ના પ્રેમી પંખીડાં માટે નો આ ધગધગતો ટોપિક પણ છે, પછી એ પ્રેમી પરણેલા હોય કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોય. ઘણાં ખરાં ડાયલૉગ પણ મન માં આવશે — " તું છેને પેલાથી દૂર રેહજે, એ એક નંબર નો ઠરકી માણસ છેે." અથવા " તું પેલી જોડે શું કરે છે? તને ખબર છે એણે હમણાંજ મારા બેસ્ટી ને પોતાના પ્રેમ માં ફસાવ્યો. બિચારો ખુબ પૈસાવાળો છે તો હવે એના પૈસા લુંટસે. તું એની વાત માં નાં આવતો." હાં આવા રોજના જાણે કેટલાંય વાક્યો કહેતા હશું જેનો એક પળ માત્ર નો પણ વિચાર નથી કરતાં. આવા વાક્યો ના અનુવાદ દર એક એ વ્યક્તિ સાથે કરીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ. માબાપ, મિત્રો,ભાઈ બહેન કે પછી husband wife કોઈપણ ને તમે શંકા વ્યક્ત કરી જ હશે. નક્કી એકવાર તો થયું જ હશે કે આ વ્યક્તિ તો મારું છે તો મારું રેહશે ને?? એ કોઈ નવી વ્યક્તિ નાં આવાથી બદલાઇ જશે તો? મારાથી દુર થઈ જશે તો?આવા મનઘડત સવાલો થી આપણે જ આપણા મન ને દુઃખ આપીએ છીએ. પણ મારો સવાલ એ છે કે શું relationship માં possessiveness હોવી જોઈએ કે નહીં?
 |
stock.adobe.com |
અગર હાં તો કેટલી હદ સુધી? અગર નાં તો શું કામ નહીં? કદાચ બની શકે કે આ મારાંપણા ની લાગણીઓ માણસ ની freedom છીનવી લે. કદાચ આ એકલાના પ્રભુત્વ માટેની શરતો, કોઈનાં હૈયાં માં પોતાની પ્રાઈવસી અથવા સ્પેસ જ નાં રેહવા દે. આ પ્રેમ સંબંધ નાં માપદંડો કોણ નક્કી કરશે? બધાનાં મોંઢે સાંભળ્યું તો છે જ કે, "તું મને પ્રેમ કરે છે તો બસ તું હવેથી મારું જ માનસે. હું કહું ત્યાં જઈશું, હું કહું તેની સાથે વાત કરીશ, હું કહીશ એમજ કરશે. " પણ ખરેખર આ મારું જ માલિકી નું અથવા મારા જ મન નું ધાર્યું એ પ્રેમ સંબંધ ને અંદર થી નિસ્તેજ અને ખોખલો કરી નાખે છે. આવા સબંધો લાંબા ટકતા નથી અને એવી ખરાબ પરિસ્થિતિ એ તૂટે છે કે ફરી જોડવાનું તો દૂર પણ એકબીજાની સામે પણ વ્યક્તિ સહન ના થાય. બધાં વ્યક્તિ ને પોતાનાપણાં ની સાથે એક સ્પેસ અને પોતે હોવાનું વાતાવરણ જોઈએ છે. સમાજ માં લગ્ન ત્યારેજ ટકે જ્યારે બંને તરફ થી એક સંબંધ ને સિંચવાંની લાગણી હોય.
 |
depositphotos.com
stockagency.panthermedia.net |
 |
dreamstime.com |
હક થી પ્રેમ કરવો એ ખોટું નથી પણ પ્રેમ ના નામે એ માણસ ને બંધન માં બાંધવો, એના મન ની વિરુદ્ધ માપદંડો સેટ કરી ને આપણા મન નું જ ધાર્યું કરાવવું એ તદ્દન ખોટું થશે. સંબધ ને એક નાના છોડ ની જેમ પ્રેમ, લાગણી અને હુંફ થી જતન કરવું પડે. માણસ ને વિકસવાના મોકા આપીને સંબંધ નો ઉછેર કરવો જોઈએ.નક્કી પછી પાછળ વળી ને જોઉં નહી પડે. તમારો પ્રેમ અને તમારી વ્યક્તિ ને હમેશાં પોતાની પાસે પામશો. એ વ્યક્તિ જિંદગીભર સાથે ચાલવા તૈયાર હશે. કહ્યા વગર તમને સમજીને તમારી મર્જી પ્રમાણે વર્તશે અને ત્યારે પોસેસિવ થવાની જરૂર નહી રહે. આ કોરોના નાં કાળ માં પોતાની વ્યક્તિ ની કાળજી લઈએ, પોતાના પ્રેમ નું જતન કરીએ, ચલો હવે એકબીજાના થઇએ.
Comments
Post a Comment