Skip to main content

હુંફ- હર એક માનવીના શ્વાસ ની ફુંક, ધબકારા લેતું હૈયું હરખાઈ જ્યારે મળે હુંફ.

શબ્દ સાંભળીને પહેલો જ વિચાર શાનો આવે?? સાલું અહીં તો ૧૫ વર્ષ નાં થયા ત્યારથી આવું કંઈ મળ્યું જ નથી.


             "હર એક માનવીના શ્વાસ ની ફુંક, ધબકારા લેતું હૈયું હરખાઈ જ્યારે મળે હુંફ."


warmth among family
pexels.com
આમ તો આ શબ્દ સાથે અમુક જ વિચારો મગજ ને ચકરાવે ચડાવે જેમ કે માં પોતાના બાળક નેઆપતી હુંફ અથવા પ્રકૃતિ ના ખોળે વાતા વાયરા ની ઠંડી ઠંડી હુંફ કાં તો ચારેકોર રેલાતી શાંતિ હેઠળ મન ભરીને જીવવાની હુંફ. સાચું કહું તો મને થોડી અજીબ વ્યાખ્યા સાથે આ શબ્દ અને એની એક વાત કહેવી છે. ખબર છે મને કે મારી વાત આમ જલ્દી થી ગળે ઉતરે એવી નથી એમ છતાં કહી જોઉં કદાચ તમે પણ કંઇક સરખું જ ફીલ કરતાં હોય. 

હું એક નોર્મલ ૨૫ વરસ ની છોકરી છું જેના ટૂંક સમય માં લગ્ન થવાનાં છે. પણ વાત કઇંક આ શબ્દ ની છે. મને આજે કંઇક એવું કેહવું છે જે થોડું અલગ છે પણ થોડાઘણાં અંશે સત્ય છે. આ ઉંમરે ચોકકસપણે મારા પરેન્ટ્સ જોડે તો નથી ઊંઘતી, મારો પર્સનલ રૂમ છે. પણ જ્યારે માતાપિતા મારા માટે યોગ્ય વર શોધતા હતા આ વાત એની પેહલા ની છે. Yes it's when I started understanding. જ્યારથી સમજણ આવી છે ત્યારથી જોયું છે કે આજકાલ નાં યુવાનો ઊંઘતા ટાઈમે ટેડીબેર અથવા જાતભાત નાં રમકડાં જોડે લઇને ઊંઘતા હોય છે. પણ as parents કયારેય એવું નોટીસ કર્યું કે આવું કેમ? Yes આજના સ્માર્ટ પેરેન્ટ્સ ને એ તો કદાચ ખ્યાલ હશે કે પોતાના બાળક ને પોતાનાથી અલગ ક્યારે ઊંઘાડવું અથવા પોતાના અલગ રૂમ માં ઊંઘવાની આદત ક્યારથી પાડવી. પણ શું આ પેરેન્ટ્સ ને એ ખબર છે કે તમારા જુવાન દીકરા દીકરી ને એક ઉંમર પછી આવી કોઈ હુંફ ની લાગણી થઇ તો?
love u mom
Photo by cottonbro from Pexels

યુવાનો બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ બનાવશે. હું આ વિચાર ને એક ટકા પણ સપોર્ટ નથી કરતી પણ હાં પ્રશ્ન હંમેશા છે જ કે આવું કેવું?? આ ઉંમરે જુવાનિયા પોતાના માબાપ ને વ્હાલથી વળગી નથી શકતાં કારણ કે એ શરમ અનુભવે છે. જુવાની માં આવતાં શરીર માં changes કોઇ સાથે શેર નથી કરતાં કારણ કે કોઈ છેે જ નહીં. દર એક માબાપ ને આ વાત સમજવા જેવી છે. There is a fact that adults need a connection (physical or emotional) with other humans. પોતાનાં શરીર નાં અમુક હોર્મોન્સ જેમ કે ઓકસીટોસીન ને રીલીઝ કરવાં માટે એક ટચ ની નીડ હોય છે. માણસ નો infect પોતાના કોઈનો એ ટચ એટલો important છે કે એના વગર યુવાની માં મગજ સાચી રીતે ડેવલપ નથી થાતું. પણ જો કોઇ પોતાનું અથવા કોઈ જે તમને તમારા થી વધુ જાણે છે જેને વળગી ને તમે દરેક વાત કરી શકો તમારી સાથે હોય તમને પૂરતું હુંફ આપે તો તમારા યંગ દીકરા દીકરી ઓ માં પોતાનું જતન કેમ કરવું અને એક પરફેક્ટ પર્સનાલિટી કેમ ડેવલપ કરવી એની સેન્સ ડેવલપ થાય છે. 
          
love from family
Photo by Matthias Zomer from Pexels

હું મારી આ વાત થી એવી અપેક્ષા રાખું છુ કે જ્યારે આ કોરોના નાં કાળ માં પ્રકૃતિ એ આપણને ફેમિલી સાથે સમય વ્યકત કરવાનો મોકો આપ્યો છે તો દર એક માબાપ પોતાના બાળક સાથે રહીને પોતાનો બેસ્ટ ટાઈમ અને હુંફ ની લાગણીઓ નો ખરો અર્થ સમજાવે.

Comments

  1. Baccarat: A Guide To Winning At Baccarat - Fake Casino
    A งานออนไลน์ casino card game febcasino in which the player takes the two players on 바카라 a roll, and the dealer spins the winning card. The player then must place a single

    ReplyDelete

Post a Comment